તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકુટ:વડાળાના ખેડૂતને જમીન ખેડવા મુદ્દે 3 શખ્સે માર માર્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષ પહેલા વેંચી દીધેલી જમીન ખેડવાની ના પાડતા માથાકુટ

પોરબંદરના વડાળા ગામે જમીન ખેડવાની બાબતે 1 ખેડૂતને 3 શખ્સોએ માર માર્યો હતો. 20 વર્ષ પહેલા વેંચી દીધેલી જમીન ખેડવાની ના પાડી 3 શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉપલેટા તાલુકાના નિલાખા ગામે રહેતા વાલા ગોવિંદભાઇ મેતા નામના ખેડૂતે 20 વર્ષ પહેલા પોરબંદર જીલ્લાના વડાળા ગામે વિક્રમ કશા રબારી પાસેથી ખેતીની જમીન વેચાતી લીધી હતી અન આ વેચાતી લીધેલી જમીન પર ગોવિંદભાઇ પોતાના સાથીદારો સાથે ગત તારીખ 24-06-2021 ના રોજ ખેતીકામ કરતા હતા ત્યારે વિક્રમ કશા રબારી તથા અન્ય 2 શખ્સો ત્યાં આવી ચડયા હતા અને આ જમીન ખેડવા આવીશ તો જાન થી મારી નાખીશું તેવું કહી ભૂડી ગાળો કાઢી હતી, કુહાડી તથા લોખંડના પાઇપ વડે ગોવિંદભાઇને માર માર્યો હતો આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના PSI એચ. બી. ધાંધલીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...