તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:પોરબંદરના ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી કેરીનું ઉત્પાદન કર્યું

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બરડા પંથકમાં લહેરાતી ગીરની કેસર કેરીની કલમો

રાણાવાવના બરડા પંથકમાં આવેલા નાના એવા બિલેશ્વર ગામના પ્રગતિશીલ ખેડૂત આંબાભાઇ ભાંભેરાએ પોતાની ફળદ્રુપ જમીનના 3 વિઘા વિસ્તારમાં દેશી ખાતરનો ઉપયોગ કરીને ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબાની કલમોનુ વાવેતર કરીને કેરીનુ મબલક ઉત્પાદન કર્યુ છે. ખેડૂતે કહ્યુ કે, હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું.

પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે, જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે છે. ખોટો ખર્ચ અટકે છે. અને સૌથી મહત્વ એ કે પ્રાકૃતિક ખેતીથી પાકેલા ધાન કે ફળ ખાવાથી લોકોના શરીરમાં દવા પ્રવેશતા અટકે છે. જુનાગઢ ગીર વિસ્તારમાથી કેસર આંબાની 114 કલમો લાવીને રાણાવાવના બિલેશ્વરમા પોતાની જમીનના 3 વિઘામાં અંદાજે 2500 થી વધુ કીલો કેરીના ફળનું ઉત્પાદન કર્યું છે. વધુમાં જણાવ્યું કે, કલમ હજી નાની છે. આવનારા વર્ષમાં ઉત્પાદન વધતુ જશે.

અન્ય સમાચારો પણ છે...