સુવિધાનો અભાવ:પોરબંદરની ચોપાટી પર ચણતા પક્ષીઓનો મેળો, પક્ષીઓને સુરક્ષા મળે તે જરૂરી

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની ફરવાલાયક ચોપાટી ઉપર દરરોજ હજારોની સંખ્યામાં કબૂતર અને કાંકણસાર સહિત અન્ય પક્ષીઓ પર હુમલા કરવામાં આવતાં બનાવ ખૂબ જ વધ્યા છે તેથી આ વિસ્તારમાં પક્ષીઓની સુરક્ષા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી પક્ષીપ્રેમીઓએ રજૂઆત કરી છે. પક્ષીપ્રેમીઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, શિયાળામાં હજારોની સંખ્યામાં માઈગ્રેટરી બર્ડ્સ ચોપાટી ખાતે મહેમાન બનીને આવે છે પરંતુ શ્ર્વાન જેવા પશુઓ તેમનો શિકાર કરે છે. તેથી તેની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ચોપાટી પર પારસી કબ્રસ્તાનના આગળના ભાગે એટલે કે જીમની સામે વર્ષોથી હજારો પારેવડાઓ નિયમિત રીતે આવે છે તે ઉપરાંત કાંકણસાર સિગલ જેવા માઇગ્રેટરી બર્ડ્સ સમયાંતરે અહીંયા આવે છે. પોરબંદરના જીવદયા પ્રેમી નાગરિકો તેઓને ચણ, ગાંઠીયા, બિસ્કીટ, રોટલા, રોટલી, જુવાર, દાળિયા સહિત વિભિન્ન ખાદ્યસામગ્રી આપવા માટે વહેલી સવારથી જ ઉમટી પડે છે. પરંતુ કમનસીબી એ છે કે ત્યાં આજુબાજુમાં મોટી સંખ્યામાં શ્ર્વાન જોવા મળે છે અને તેઓ પેટપૂજા કરવા આવેલા આ નિર્દોષ પક્ષીઓને શિકાર બનાવે છે.

એટલું જ નહીં પરંતુ ગાય અને નંદી જેવા પ્રાણીઓ પક્ષીઓને આપવામાં આવતો ખોરાક ખાય જાય છે. આવી પરિસ્થિતિમાં પક્ષીઓની સુરક્ષા માટે નગરપાલિકાના તંત્ર એ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ તેમ જણાવીને વધુ જણાવ્યું હતું કે, તંત્ર એ અહીંયા ફેન્સીંગની વ્યવસ્થા કરવી જોઈએ તે ઉપરાંત ઉંચા ચબુતરા પણ બનાવી દેવા જોઈએ કે જેથી પશુ દ્વારા કબુતર સહિત અન્ય પક્ષીઓને સુરક્ષા મળે તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...