તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આદિત્યાણામાંથી ડિગ્રી વિનાનો ડોક્ટર ઝડપાયો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગ ઊંઘતું રહ્યું ને પોલીસ બાજી મારી ગયું

પોરબંદરના આદિત્યાણા ગામેથી પોરબંદર SOG એ ડિગ્રી વિના ડોકટરની પ્રેક્ટિસ કરી રહેલા બોગસ શખ્સને ઝડપી લીધો હતો.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના આદિત્યણા ગામે મેઈન રોડ પર મકાન ભાડે રાખી કોઈ પણ જાતની તબીબી ડિગ્રી વિના ડોકટરની પ્રેક્ટિસ કરતો ઇશ્વરસિંહ હરફુલસિંહ ડુડી નામનો બોગસ શખ્સ મેડિકલ દવા આપતો હોવાની SOG ને બાતમી મળતા દરોડો પાડી તેને ઝડપી લીધો હતો, તથા દવા, ઇન્જેક્શન, મેડિકલ તપાસણી ના સાધનો કકબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાજ પોરબંદર પોલીસે આવા નકલી શખ્સો કે જે તબીબ બની બેઠા છે, તેને પકડી પાડવામાં અનેક સફળતા મેળવી છે, અને બીજી બાજુ જેનુ આ કામ છે, તે આરોગ્ય તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં સુઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...