તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ કાર્યવાહી:બરડાનાં કોઠાવાળા નેસમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભઠ્ઠી ચલાવનાર શખ્સની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા

પોરબંદર પોલીસે ગઇકાલે બરડા ડુંગરની કોઠાવાળા નેસમાં દરોડો પાડી એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપ લીધી હતી અને ભઠ્ઠી ચલાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોરબંદર પોલીસે બરડા ડુંગરની કોઠાવાળા નેસમાં ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો, પતરાનું બોઇલર, પતરાનું ફીલ્ટર તથા ભઠ્ઠી બનાવવાના અલગ-અલગ સાધનો મળી કુલ રૂ. 1690 નો મુદામાલ કબજે કર્યો હતો તથા આ ભઠ્ઠી ચલાવનાર આદિત્યાણાના રામા લખમણ રબારીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના કો. એસ. આર. કરંગીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...