પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળની આગેવાનીમા બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી દ્વારા માછીમારો, બોટમાલિકના પડતર પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે મત્સ્યોઘોગ મંત્રી જીતુભાઈ ચૌધરી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને જુદા-જુદા પ્રશ્નોની રજુઆત કરવામા આવી હતી. માચ્છીમારોની પરિસ્થિતિને ધ્યાને લઇ સમસ્ત ખારવા સમાજ અને માચ્છીમાર બોટ એસોસીએસન દ્વારા તાત્કાલિક મીટીંગ કરી મત્સ્યોદ્યોગ ખાતા પાસે મેળવવાનું બાકી રહેતું વેટ રિફંડની રકમ તાત્કાલિક માચ્છીમાર બોટ માલિકોને મળી જાય તે માટે વાણોટ પવનભાઈ શિયાળ અને મુકેશભાઈ પાંજરીએ લોકસભા સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને રજુઆત કરી હતી.
ધારાસભ્યએ મત્સ્યોદ્યોગ મંત્રીને વહેલાસર માચ્છીમાર બોટ માલિકોની જરૂરતને ધ્યાને લઈ વેટ રીફંડ અને પેન્ડીંગ પડેલ કામો કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર ખાતે ખારવા સમાજના વાણોટ તેમજ બોટ એસોસીએશન પ્રમુખ દ્રારા માછીમારોની પરિસ્થિતિથી સરકારને વાકેફ કરી સત્વરે પ્રશ્નનું નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
પોરબંદરના બંદર ખાતે અપગ્રેડેશનની કામગીરી માટે ૬૧ કરોડ જેવી રકમ ફાળવેલ જેમા ડ્રેજીંગ, વાર્ફવોલ, મીઠા પાણીની વ્યવસ્થા, ફાયર સેફટીની વ્યવસ્થા તેમજ તુટેલ જેટીઓનું સમારકામ માટે ફાળવેલ ૧૫ કરોડ જેવી રકમ ધટતી હોય તે રકમ તાત્કાલીક મળી જાય તે અંગે મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીને જણાવતા આ પ્રશ્ના તાત્કાલીક નિરાકરણની ખાત્રી આપી હતી. ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, મુકેશભાઈ પાંજરી, ઉપ પ્રમુખ દેવુભાઇ સોનેરી તેમજ ખારવા સમાજનાં પટેલ મનિષભાઈ શિયાળ, નવિબંદર ખારવા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા વગેરે અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.