ક્રિકેટ ટુર્નામેન્ટ:પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત ડે ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31 ટીમે ભાગ લીધો, રામદેવજી ઇલેવનને હરાવી મીરાજ ઇલેવન ટીમ વિજેતા બની

પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત ફાઈબર ગૃપ ઓફ પોરબંદરના સહયોગથી ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ 2022 નુ ભવ્ય આયોજન કરવામા આવેલ હતું.

આ ટુર્નામેન્ટમાં 31 જેટલી ટીમો એ ભાગ લીધેલ હતો. તા. 2 જૂન ગુરૂવાર ના રોજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ નો ફાઈનલ રાખવામા આવેલ. જેમા રામદેવજી ઈલેવન તેમજ મીરાજ ઈલેવન વચ્ચે મેચ હતો જેમા મીરાજ ઈલેવન વિજેતા બની હતી વાણોટ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચપટેલ-ટ્રસ્ટીઓ, બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્બરો, હર્ષિતભાઈ શિયાળ તથા ઉપસ્થિત આગેવાનોના હસ્તે વિજેતા ટીમને ચેમ્પીયન ટ્રોફી તેમજ રૂ. 15 હજાર રોકડ પુરસ્કાર આપવામા આવેલ. અને રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂ.7 હજાર રોકડ પુરસ્કાર આપવામા આવેલ.

મેન ઓફ ધ મેચ રોનક લોઢારી, બેસ્ટ બોલર મનિષ મોતીવરસ, બેસ્ટ બેસ્ટમેન કલ્પેશ ખેતરપાલ, મેન ઓફ ધ સીરીઝ રોનક લોઢારી અને ટુર્નામેન્ટ મા ભાગ લેનાર દરેક ટીમ ને ટ્રોફી અને કાર્યકર્તા મિત્રોને મોમેન્ટો આપી પ્રોત્સાહીત કરવામા આવેલ હતા. ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાનોને ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર તરફ થી યાદી રૂપે મોમેન્ટો આપવામા આવેલ. ખેલાડીઓમા ભાઈચારાની ભાવના વધે, ખેલદીલી વધે, તેમજ સ્વાસ્થ્ય સારુ રહે તેવા શુભ આશય સાથે આ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવેલ. ટુર્નામેન્ટ નો લાઈવ સ્કોર ઓનલાઈન જોઈ શકાય તે માટેની વ્યવસ્થા પણ કરવામા આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...