જાગૃતિ કાર્યક્રમ:રાણાકંડોરણા ગામની હાઈસ્કુલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે તે અંગે માહિતગાર કરી સજાગ રહેવા જણાવ્યું

રાણા કંડોરણા ગામે આવેલ એમ.એમ.કે હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમા, આજના મોબાઈલ સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટના યુગમાં દરેક લોકો મોબાઈલ ફોનનો ઉપીયોગ કરે છે અને ઈન્ટરનેટના વિવિધ માધ્યમ સોશ્યલ મીડિયાનો ઉપીયોગ કરતા હોય છે. અને સોશ્યલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. તેના દ્વારા કેટલાક તત્વો કંપનીઓની ખોટી લોભામણી જાહેરાતો અને સ્કીમ આપી લોકોને ફસાવતા હોય છે. અને લોભામણી નોકરીની તક વડે ઉપરાંત નકલી આઇડી બનાવી યુવાનો સાથે સાયબર ક્રાઇમ કરે છે.

કેવી રીતે સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે અને આવા સાયબર ક્રાઇમનો ભોગ ન બનવા માટે શું સતર્કતા રાખવી તે અંગે પોરબંદર સાયબર ક્રાઇમ સેલના પીએસઆઇ જોગદીયા, એએસઆઈ ચૌહાણ સહિતનાએ વિદ્યાર્થીઓને સાયબરક્રાઇમ તથા તેનાથી બચવા અંગેના માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અમિતભાઇ જગતિયા અને શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...