કાર્યવાહી:ભારવાડા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 24 કલાકમાં દેશી દારૂના 9 કેસ નોંધાયા
  • 100 લિટર આથો ઝડપી લીધો, આરોપીની શોધખોળ હાથ ધરાઇ

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 9 કેસ નોંધાયા છે, 32 લીટર દેશી દારૂ તેમજ 4 શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. ભારવાડા ગામની ભાદાવારી સીમમાંથી પોલીસે ગઇકાલે પેટ્રોલીંગ દરમિયાન સાંજના સમયે 1 દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે આ જગ્યાએથી 100 લીટર આથો ઝડપી લીધો હતો તથા આ ભઠ્ઠીના માલીકની શોધખોળ હાથ ધરાઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જીલ્લાના ભારવાડા ગામની સીમમાં રહેતા કાના રામાભાઇ મૈયારીયા નામના શખ્સની વાડીમાં પોલીસે ગઇકાલે સાંજના સમયે પેટ્રોલીંગ દરમિયાન રેઇડ પાડી હતી અને આ વાડીમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો 100 લીટર, પતરાના ડબા, પતરાનું બોઇલર, પ્લાસ્ટીકનું ફીલ્ટર વગેરે દારૂ બનાવવાનો સામન મળી કુલ રૂ. 1700 કબજે કર્યો હતો. પોલીસને આ રેઇડ દરમિયાન કાના રામાભાઇ મૈયારીયા નામનો શખ્સ હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે અને વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના ASI એ. એમ. સાદીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...