કાર્યવાહી:કુતિયાણાના ટીંબીનેસમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં દારૂની ભઠ્ઠી બંધ થવાનું નામ લેતી નથી
  • પોલીસે 1000 લીટર દારૂ બનાવવાનો આથો ઝડપી લીધો

પોરબંદર જિલ્લો દેશી દારૂ બનાવવનારા બુટલેગરો સામે સ્વર્ગ સમાન હોય અહીં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. વારંવાર ગામડાઓમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરાતો હોવા છતાં અહીંથી છાશવારે દેશી દારૂની ભઠ્ઠીનો ઝડપાતી રહે છે અને આ ભઠ્ઠીઓ બંધ થવાનું નામ લેતી નથી. પોલીસે ગઇકાલે સાંજના સમયે કુતિયાણા તાલુકાના ટીંબીનેશ વિસ્તારમાંથી એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ટીંબીનેશ વિસ્તારમાં પડતર જગ્યામાંથી પોલીસને પેટ્રોલીંગ દરમિયાન એક દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.

પોલીસને આ જગ્યામાંથી 1000 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશી દારૂ બનાવવાનો વિવિધ જાતનો સામાન મળી આવ્યો હતો. પોલીસને આ તલાશી દરમિયાન ગોવિંદ સરમણ ગરચર નામનો આ ભઠ્ઠીનો ચાલક હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ગોવિંદ સરમણ ગરચર નામના શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી અને તેની સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના હે.કો. આર. જે. રાડાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...