દારૂ:જિલ્લાનાં આદિત્યાણા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્થળ પરથી પોલીસે 90 લીટર દેશી દારૂનો આથો ઝડપી લીધો

પોરબંદર જીલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા પણ આ બાબતે કડક કાર્યવાહી કરીને આવી ભઠ્ઠીઓનો નાશ કરાતો હોવા છતાં પણ આ ભઠ્ઠીઓ બંધ થવાનું નામ લેતી નથી. પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામેથી ગઇકાલે રાત્રીના સમયે એક રહેણાંક મકાનના ઢાળીયામાંથી પોલીસે દરોડો પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. પોલીસે આ ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો 90 લીટર આથો ઝડપી લીધો હતો.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના તપસીબાપુની મઢી સામે ખારા સીમમાં રહેતા આવળા ભીખુભાઇ ઓડેદરા નામના શખ્સની વાડીના રહેણાંક મકાનમાં પોલીસે ગઇકાલે મધ્યરાત્રીના સમયે દરોડો પાડતા તેમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસને આ મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો 90 લીટર આથો તથા દેશી દારૂ બનાવવાનો સામાન મળી આવ્યો હતો. પોલીસને આ દરોડામાં આ ભઠ્ઠીનો માલિક આવળા ઓડેદરા હાજર નહી મળી આવતા પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી છે. આ અંગે પોલીસે ભઠ્ઠીના માલિક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના ASI એ. એસ. અગ્રાવતે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...