કાર્યવાહી:બરડા ડુંગરના કોઠાવાળા નેશ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

પોરબંદર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન 1200 લિટર આથો ઝડપી પાડયો

બરડા ડુંગરમાંથી પોલીસ અવાર નવાર દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડતી હોય છે. જેમાં પોલીસે ગઇકાલે સવારના સમયે કોઠાવાળા નેશથી આશરે 1 કીમી દૂર દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. આ ભઠ્ઠીમાંથી પોલીસે 1200 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો ઝડપી પાડયો હતો.

પોલીસે ગઇકાલે બરડા ડુંગરમાં પેટ્રોલીંગ દરમિયાન કોઠાવાળા નેશથી 1 કીમી દૂર પોલીસે પાણીની જરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. આ જગ્યાએથી પોલીસે દેશી દારૂ બનાવવાનો 1200 લીટર આથો, પ્લાસ્ટીકના બેરલ, પતરાના બોઇલર, પતરાના ફિલ્ટર વગેરે મળી કુલ રૂ. 5725 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે જ જગ્યાના માલિક નારણ એભાભાઇ ગરસર હાજર નહી મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...