કાર્યવાહી:કુતિયાણા શહેરમાં વ્યાજખોરી ગુનાહ અંગે ફરિયાદ નોંધાઇ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય વ્યાપી ઝુબેશ શરૂ થયા બાદ જિલ્લામાં છેક હવે પ્રથમ કેસ
  • કુતિયાણાના યુવાને વ્યાજ સહિત પૈસા આપી દીધા છતાં માંગણી કરાઇ

પોરબંદર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં સરકાર દ્વારા વ્યાજખોરીના દૂષણ સામે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને લોકોને વ્યાજખોરોનો ડર ન રાખીને પોલીસમાં ફરિયાદ કરવા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે પોરબંદર જીલ્લાના કુતિયાણા શહેરમાં વ્યાજખોરી અંગે પ્રથમ ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના ચારણનેશ વિસ્તારમાં રહેતા કીશાભાઇ પોલાભાઇ ભારાઇ નામના યુવાને કુતિયાણા તાલુકાના ઉભીધારનેશ વિસ્તારમાં રહેતા પરબત કારાભાઇ વાંદા નામના શખ્સ પાસેથી વર્ષ 2012 માં રૂ. 20000 રોકડા 10 ટકાના માસીક વ્યાજ દરે લીધા હતા.

કીશાભાઇએ આ રૂપિયા વ્યાજ સહિત તેમને ચૂકવી દીધા હોવા છતાં પણ પરબત વાંદા નામનો શખ્સ તેમની પાસેથી અવારનવાર રૂબરૂમાં યા તો ફોન પર રૂપિયાની માગણી કર્યા રાખતો હોય કીશાભાઇએ પોલીસમાં જીલ્લાની પ્રથમ વ્યાજખોરી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પરબત વાંદા સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના PSI એ. એ. મકવાણાએ હાથ ધરી છે. આમ રાજ્ય વ્યાપી ઝુંબેશ શરૂ થયા બાદ પ્રથમ કેસ છેક હવે નોંધાયો હતો. જેને લઈને અધિકારીઓ દ્વારા તપાસ શૂરૂ કરાઇ.

અન્ય સમાચારો પણ છે...