કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના યુથબોર્ડ શાખા દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, પોરબંદર દ્વારા જિલ્લાના યુવાનો માટે યુવા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં નિબંધ, પાદપૂર્તિ, કાવ્યલેખન, ગઝલ, શાયરી લેખન, સર્જનાત્મક કારીગરી, ચિત્રસ્પર્ધા, લગ્નગીત સહિત 15 કૃતિઓ તાલુકા કક્ષાએ યોજાનાર છે.
જેના પ્રવેશ ફોર્મ તા.20 ઓગસ્ટ સુધીમાં તાલુકા કન્વીનર અરુણાબેન મારું મો.8200286263, રાણાવાવ - ઘેલુભાઈ કાંબલીયા મો. 9879047220, કુતિયાણા - રાજુભાઈ મોઢવાડીયા મો. 8141019993 અથવા જિલ્લા રમત ગમત અધિકારી, પોરબંદરને પહોચાડી આપવાના રહેશે. જેમાં પ્રથમ નંબરે વિજેતા થનાર કલાકાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે જિલ્લા કક્ષાએ સીધી યોજાનાર સ્પર્ધાઓ 18 સ્પર્ધાઓનું આયોજન ઓનલાઈન થનાર છે.
જે માટે કાલાકાર તા.20 ઓગસ્ટ સુધીમાં પોતાની કૃતિનો સી.ડી. અથવા પેનડ્રાઈવમાં પોતાનો વિડીયો બનાવી કૃતિમાં પોતાનું નામ, સરનામું, પોતાની કૃતિ વિભાગનો ઉલ્લેખ કરી રમતગમત અધિકારીની કચેરી, ગાંધી સ્મૃતિ ભવન કનકાઈ માતાના મંદિર પાસે, ચોપાટી રોડ, પોરબંદર ખાતે પહોચાડી આપવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.