તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:કોવિડની ત્રીજી લહેર અનુસંધાને સમિતીની રચના કરવામાં આવી

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગના અધિકારીઓને આયોજન કરી રિપોર્ટ કરવા કલેક્ટરે જણાવ્યું

બાળકોને કોવિડથી રક્ષણ આપવાની પૂર્વ તૈયારી તેમજ કોવિડની સંભવિત ત્રીજી લહેરની ધારણા વ્યકત કરવામાં આવી છે અને આ લહેરમાં બાળકોને ચેપના જોખમનું અનુમાન કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને ટાસ્કફોર્સના સદસ્ય તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ બહુઆયામી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જેમાં તમામ પ્રકારના સ્ટાફ ને તાલીમ અને મેડિકલ ઓકસીજનની વ્યવસ્થા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજન તેમજ અન્ય વ્યવસ્થાઓ જળવાઈ રહે, જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સંભવિત પરિસ્થિતિને અનુરૂપ આયોજન કરી શકાય તે માટે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ એક સમિતિની પણ રચના કરવામાં આવી છે જેમાં જિલ્લાના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ને પણ જરૂરી આયોજન કરી રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું છે. તબીબો અને આરોગ્ય કર્મચારીઓ માટે વિશેષ તાલીમ સહિત વિવિધ આયોજનોની રૂપરેખા ઘડવામાં આવી છે. ગ્રામીણ સામૂહિક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી ઓકસીજન કોનસેન્ટ્રેટર અને સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં અંગે પણ રૂપરેખા ઘડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...