બારાના મુખમાં ડ્રેજિંગ કામગીરી માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વર્ષોથી ડ્રેજિંગ ન થતા બોટો જવા આવવામાં મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આખરે ડ્રેજિંગ કામગીરી શરૂ થશે જેથી માછીમારોને બોટ જવા આવવામાં મોટો ફાયદો થશે. પોરબંદરના અસમાવતી ઘાટ નજીક બંદર આવેલ છે. અને બોટો બારાના એટલેકે બંદરના મુખ માંથી રવાના થતી હોય છે અને અહીં બોટ ફિશિંગ કરીને આવે છે.
વર્ષોથી આ બારાના મુખમાં ડ્રેજિંગ થયું ન હતું જેને કારણે રેતીનો ભરાવો થઈ રહ્યો છે તેમાં પણ દરિયામાં ઓટ આવે ત્યારે રેતીનું મેદાન થતું હોય છે જેથી બોટો ફિશિંગ માટે જઈ શકતી નથી અને ફિશિંગ કરીને આવી શકતી નથી. બારાના મુખમા રેતી હોવાને કારણે માછીમારોને ભારે હાલાકી વેઠવી પડે છે. જેથી વર્ષોથી માછીમાર આગેવાનો દ્વારા સરકારને ડ્રેજિંગ કરવા માટેની વારંવાર રજુઆત કરવામા આવતી હતી.
હાલ આ સમસ્યાના નિવારણ માટે ડ્રેજિંગ કરવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, માછીમાર બોટ એસો. પ્રમુખ મુકેશ પાંજરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત કર્યું હતું.
સરકારને રોયલ્ટીની આવક થશે
બંદરના મુખમાં ડ્રેજિંગ કામ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કામ પીપીપી ધોરણે આપવામાં આવ્યું છે. બંદર માંથી રેતી નીકળશે તેની રોયલ્ટી સરકારને મળશે. જેથી સરકારને રોયલ્ટીની આવક થશે. 23 હેકટરમાં ડ્રેજિંગ થશે અને રેતી નીકળશે તે વેચવામાં આવશે. 1 અઠવાડિયા બાદ કામગીરી શરૂ થશે.
4 ટોયો મશીન વડે ડ્રેજિંગ થશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.