તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ વિભાગ દ્વારા કેમ્પનું આયોજન:માધવપુરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાના વારસદારોને 12 લાખ રૂપિયાની વિમા રાશીનો ચેક અર્પણ કરાયો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ વિભાગ દ્વારા યોજાયેલા કેમ્પમાં લોકોને પોસ્ટ શાખાની વિવિધ યોજનાઓ વિષે માર્ગદર્શન અપાયું

પોરબંદર જીલ્લાના માધવપુર ઘેડમાં પોસ્ટ વિભાગ દ્વારા એક કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર ASI ના વારસદારોને રૂ.૧૨ લાખથી વધુની વિમારાશીનો ચેક અર્પણ કર્યો હતો. કેમ્પમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર પોરબંદર પોલીસના ASI ગોવિંદભાઇ ગરચરના વારસદારોને રૂ.૧૨ લાખથી વધુની વિમારાશીનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ તકે પોસ્ટ વિભાગની વિવિધ સ્કીમો જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના, ગ્રામીણ ટપાલ જીવન વિમો, માસિક આવાસ યોજના, વિધવા સહાય યોજના, જનસુરક્ષા સ્કીમો-PMSBY, PMJJY, PPF, PLI વગેરે તેમજ પોસ્ટ વિભાગની ડિઝીટલ બેન્કીંગ, ફીક્સ ડિપોઝીટ, ગોલ્ડ બોન્ડ વગેરે લોક ઉપયોગી યોજનાઓ વિષે ઉપસ્થિત લોકોને માહિતગાર કરી, લોકોને વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો