ફરિયાદ:ભોદ ગામે 3 શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરાયો

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 કરોડની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ કરાઇ

પોરબંદરમાં ગઈકાલે રૂા. 5 કરોડની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં 5 શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો દાખલ કરાયા બાદ આજે ભોદ ગામે રૂા. 3 કરોડની જમીન પચાવી પાડવાના આરોપસર 3 શખ્સો સામે પણ લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ ગુન્હો દાખલ કરાયો છે.

પોરબંદરના છાંયા વિસ્તારમાં 5 શખ્સો સામે રૂા. પ કરોડની જમીન પચાવી પાડવા સબબ નવા અમલી બનેલા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધાયા બાદ રાણાવાવ તાલુકાના ભોદ ગામે આશાબા સીમમાં આવેલી સરકારની પડતર અને ગૌચરની અલગ અલગ સર્વે નંબર વાળી અંદાજિત ર૮ હેકટર જેટલી જમીન જંત્રી મુજબ કિંમત રૂા. 39032000 પચાવી પાડવાના આરોપસર મહેસુલ તલાટી હાર્દિકભાઈ નિમાવત દ્વારા રાણાવાવના સમીરભાઈ સામતભાઈ બાપોદરા, બાબુભાઈ રામભાઈ કેશવાલા અને કેશુભાઈ કરશનભાઈ બાપોદરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ના.પો.અધી. ગ્રામ્ય એસ. એમ. ગોહીલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...