આયોજન:પોરબંદર ગુરુકુલ મહિલા કોલેજમાં કારકિર્દી ઘડતર સેમિનાર યોજાયો

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા આયોજન કરવામાં આવ્યું

રબંદર જિલ્લાના યુવાનોમાં રાષ્ટ્રભાવના, સામાજિક ભાવના, પર્યાવરણ જાગૃતિ, સ્વાસ્થ્ય જાગૃતિ, નૈતિક જવાબદારી જેવા અનેક સદગુણો વિકાસ પામે તે માટે પોરબંદર જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કારકિર્દી ઘડતર સેમિનાર યોજાયો હતો.

​​​​​​​સેમિનારમાં રોજગાર કચેરીના સંયોજક ચિરાગ દવે દ્વારા પ્રવર્તમાન સંજોગોમાં ગળાકાપ સ્પર્ધા વચ્ચે કઈ રીતે કારકિર્દીને દિશા આપવી તેની વિગત ઉદાહરણ સાથે વિધાર્થીઓ સમક્ષ રજૂ કરેલી. ટેકનોલોજીના માધ્યમથી અનેકવિધ કારકિર્દી પસંદ કરવા આહવાન કર્યુ હતુ. આ કારકિર્દીના ઘડતરમાં જરૂરી ઉત્સાહ, ટીમવર્ક, પોતાની શક્તિ અને મર્યાદાનું જ્ઞાન, પ્લાનિંગ ઓફ કારકિર્દી, શીખવાની વૃત્તિ, કારકિર્દી માટે આવનારા સંઘર્ષ, બેઝિક સ્કીલમાં પારંગત થવાના પ્રયત્નો, સારું કોમ્યુનિકેશન વિગેરે જેવા મુદ્દાઓની રજૂઆત કરી હતી.

વિધાર્થીઓ સ્કીલ આધારિત સર્ટિફિકેટ કોર્ષ શીખી પોતાનો પોર્ટફોલિયો મજબૂત કરે તેવી અપીલ કરી હતી. સેમીનારમા નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા સંયોજક મેઘા સનવાલ દ્વારા નહેરુ યુવા કેન્દ્રની પ્રવુતિ અંગે માહિતી આપી કારકિર્દી માટે બહેનો શું શું કરી શકે તે બાબત સૂચનો કરેલા તથા બહેનોને આત્મવિશ્વાસ સાથે પ્રગતિ કરવા પર ભાગ મૂકેલો અને કારકિર્દી ઘડવા માટે કઈ રીતે ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું આયોજન કરવું તેની બ્લુ પ્રિન્ટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...