કાર્યવાહી:ચૌટા ચેકપોસ્ટ પર કાર ચાલકે બેરીકેટ ઉડાવ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લાના વાંગધ્રા ગામના શખ્સની કરતૂત
  • પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી ગુન્હો દાખલ કર્યો

પોરબંદર જિલ્લામાં બેફામ સ્પીડે વાહનો ચલાવનારા લોકો સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે ગઇકાલે કુતિયાણા તાલુકામાં આવેલ ચૌટા ચેકપોસ્ટ પરથી રાત્રીના સમયે એક મોટરકારના ચાલકે પુર ઝડપે આવીને ચેકપોસ્ટ પર રાખેલા બેરીકેટ તથા બેરલને ઠોકરો મારીને ઉઠાવી દીધા હતા.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ચૌટા ચેકપોસ્ટ પરથી ગઇકાલે રાત્રીના સમયે રાજકોટ જિલ્લાના વાંગધ્રા ગામે રહેતો ત્સવીન ખીમજીભાઇ જાખણીયા નામના શખ્સે પોતાની મોટરકાર નં. GJ-03-ML-0002 પુર ઝડપે ગફલત ભરી રીતે ચલાવીને ચેકપોસ્ટ પર રાખવામાં આવેલા બેરીકેટ તથા બેરલોને હડફેટે લઇને ઉડાવી દીધા હતા. પોલીસે આ શખ્સની સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના ASI એસ. ડી. કોઠીવારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...