આખલાનો ત્રાસ વધ્યો:રોકડીયા હનુમાન નજીક આખલાએ મહિલાને હડફેટે લીધી

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડીયા હનુમાન વિસ્તારની મહિલાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ

પોરબંદરના રોકડીયા હનુમાન નજીકના વિસ્તારમાં એક મહિલાને આખલાએ હડફેટે લીધી હતી. ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતા.પોરબંદર શહેરમાં રઝળતા પશુઆેનો અસહ્ય ત્રાસ જોવા મળી રહ્યો છે. આખલાનો ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરમાં છાસવારે આખલાઆે રાહદારીઆે અને વાહન ચાલકોને હડફેટે લેતા હોવાની ઘટના સામે આવતી હોય છે. આખલા યુદ્ધ છાસવારે સર્જાઈ છે, જેને કારણે વૃદ્ધો અને બાળકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

કેટલીક આંતરિક ગલીઓ માંથી તો આખલાને કારણે પસાર થવું પણ મુશ્કેલ બને છે ત્યારે પોરબંદરના રોકડીયા હનુમાન વિસ્તારમાં રહેતા સરોજબેન મુકેશપરી ગોસ્વામી નામના મહિલા કામ પરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સનસીટી વિસ્તારમાં હડકાયા આખલાએ આ મહિલાને હડફેટે લીધી હતી.

આ ઘટના બાદ સ્થાનિકોએ આ મહિલાને આખલાથી દુર ખસેડી હતી અને ઈજાગ્રસ્ત બનેલ આ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, શહેરમાં આખલા યુદ્ધના કારણે અનેક વાહનોને નુકશાન પહોંચે છે. આખલાના કારણે અનેક નિર્દોષ લોકોને ગંભીર ઈજા પહોંચે છે ત્યારે શહેર માંથી આખલા પકડવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...