તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર પોલીસે કાબીલેદાદ કામગીરી કરીને શહેરમાંથી ડીગ્રી વગરના એક બોગસ ડોક્ટરને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ઝડપી પાડ્યો હતો. પોરબંદર SOG ઇન્સપેક્ટર કે.આઇ.જાડેજાને મળેલ હકીકતના આધારે શહેરના જ્યુબેલી વિસ્તારમાં ચારણ કન્યા છાત્રાલય પાસેના એક રહેણાંક મકાને દરોડો પાડ્યો હતો.
અહીં રહેતા વલ્લભદાસ મગનલાલ વાઘેલા નામનો શખ્સ માત્ર ધો.-૧૦ સુધી જ ભણેલ હોય અને કોઇપણ જાતની મેડિકલ ડીગ્રી ધરાવતો ન હોવા છતાં લોકોની મેડિકલ તપાસણી કરીને દવા, ગોળીઓ, કેપ્સ્યુલ અને ઇન્જેક્શનો આપતો હોય અને અહીં સારવાર લેવા આવતા બીમાર દર્દીઓ/વ્યક્તિઓની શારીરિક સલામતી જોખમમાં મુકાઇ તેવી બેદરકારી પૂર્વક અને અનઅધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટીસ કરતો ઝડપી લઇ તેની સામે ગુનો દાખલ કર્યો છે.અને સ્થળ પરથી કેપ્સ્યુલ, ટેબ્લેટ, ઇન્જેક્શનનો જથ્થા સહિત મેડિકલ તપાસણીના સાધનો મળીને કુલ રૂ.૫,૮૪૧.૬૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો. આમ પોરબંદર પોલીસે શહેરમાં લોકોના જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા ડીગ્રી વગરના બોગસ ડોક્ટર સામે કાનૂની કાર્યવાહી કરતા જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે અને સમગ્ર જિલ્લામાંથી આવા ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.