કાર્યવાહી:જિલ્લાના રાણાકંડોરણામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયાે

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું, પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો
  • સંજીવની ક્લિનિક ખોલી દર્દીના આરોગ્ય સાથે ચેંડા કરતો હતો, રૂ. 86,185નો મુદ્દામાલ કબ્જે

રાણા કંડોરણા ગામે સંજીવની ક્લિનિક ખોલી એક શખ્સ કોઈપણ જાતની ડીગ્રી વગર દર્દીઓને દવા ઇન્જેક્શન આપતો હતો. એસઓજી ટીમે દરોડો પાડી આ બોગસ તબીબને ઝડપી કુલ રૂ. 86,185નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર જિલ્લામાં માનવ જિંદગી જોખમાય તે રીતે કોઈપણ જાતની ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને શોધી કાઢવા એસઓજી પીઆઇ કે.આઈ. જાડેજા અને એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી ના આધારે ટીમે રાણા કંડોરણા ગામે મેઇન રોડ પર સંજીવની ક્લિનિક ખાતે દરોડો પાડી અલ્પેશ ગોબા વાઘેલાને ઝડપી લીધો હતો.

આ અલ્પેશ ગોબા વધેલા કોઈપણ જાતની ડીગ્રી વગર દર્દીઓને દવા, ઇન્જેક્શન સહિતની સારવાર આપતો હતો. આ શખ્સ માત્ર 12 ધોરણ પાસની લાયકાત ધરાવે છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેંડા કરતો હતો. એસઓજી ટીમે તેને રંગે હાથ ઝડપી તેના કબ્જા માંથી વિવિધ જાતની કેપ્સુલ, ઇન્જેક્શનો, દવાઓ અને મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ રૂ. 86,185નો મુદ્દામાલ કબ્જે કરી આ બોગસ ડોકટર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...