તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 300 જેટલી લોહીની બોટલ એકત્રિત કરાઈ હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોરબંદરના દર્દીઓ માટે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડિયા અને ટ્રસ્ટી જલેશભાઇ લાખાણીના માર્ગદર્શન હેઠળ હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જી.ડી. લાખાણી પ્રાથમિક શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
એશીયાની મોટામાં મોટી હોસ્પિટલમાં અમદાવાદની સીવીલ હોસિપટલનું નામ મોખરે છે, અહીં કુલ 3200 દર્દીઓના બેડ છે. જેમાં કીડનીના 500 દર્દીઓના, કેન્સરના 550, હાર્ટના 550તથા મહિલાઓ અને બાકળોના બેડનો સમાવેશ થાય છે. અહીં સમગ્ર ગુજરાતના દર્દીઓ સેવાનો લાભ લે છે. ત્યારે પોરબંદર જીલ્લામાંથી પણ આ સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર માટે જાય છે. આ દર્દીઓને સારવાર સમયે અવાર-નવાર લોહીની જરીયાત રહે છે ત્યારે ત્યાં લોહીની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડે છે. જેથી પોરબંદર શહેર-જીલ્લાના દર્દીઓને અમદાવાદમાં સરળતાથી બ્લડમળી રહે તેવા શુભહેતુથી આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા અને પરમાર્થના કાજે આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી વધુમાં વધુ રકતદાન કરી પોરબંદરના દર્દીઓને મદદપ બનવા માટે સૌને અપીલ કરાતા મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. અને 300 થી વધુ લોહીની બોટલ એકત્રિત કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.