આજની યુવા પેઢી પોતાના રોજિંદા જીવનમાં સાઈકલનો મહત્તમ ઉપયોગ કરે અને સારું સ્વાસ્થ્ય કેળવી અનેક રોગોથી મુક્તિ મેળવી શ્રેષ્ઠ જીવન જીવે એ હેતુથી આઝાદીમાં અમૃત મહોત્સવ હેઠળ નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા,જિલ્લા વિકાસ અધિકારી અડવાણી, હોમગાર્ડ કમાન્ડન્ટ ત્રિલોકકુમાર ઠાકર તથા જિલ્લા યુવા અધિકારી મેઘાબેન સનવાલ ઉપસ્થિત રહી કીર્તિ મંદિરથી સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તકે કલેક્ટરે સાઇકલ ચલાવવા થી થતા ફાયદા અને પોતાના અભ્યાસ સમયના અનુભવો રજૂ કર્યા હતા. કીર્તિ મંદિરથી લઇ જિલ્લા સેવા સદન 2 સુધીના 7.5 કિમીના રૂટ પર 75 જેટલા સાઇકલ ચાલકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. આ સાથે જિલ્લાના તમામ તાલુકામાં પણ સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઇકલ ચાલકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રોજિંદા જીવનમાં લોકો વધુમાં વધુ સાઈકલનો ઉપયોગ કરે એવી અપીલ પણ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.