રેર કેસ સામે આવ્યો:પોરબંદર શહેરમાં માત્ર 25 હજાર પ્લેટલેટ સાથે બાળકનો જન્મ થયો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવા કિસ્સામાં IVIG ના ઇન્જેક્શન આપવા પડે છે

રેર કેસ માનો એક કેસ પોરબંદરમાં સામે આવ્યો છે જેમાં એક નવજાત બાળકને માત્ર 25 હજાર પ્લેટલેટ સાથે બાળકનો જન્મ થયો હતો. પોરબંદરમાં રહેતા એક સગર્ભા મહિલાએ ખાનગી હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો. આ કિસ્સામાં બાળકનો 8માં મહિને પ્રીમેચ્યોર સ્થિતિમાં જન્મ થયો હતો. અને જન્મ સમય બાળકનું વજન માત્ર 1 કિલો 300 ગ્રામ હતું. સામાન્ય રીતે પ્લેટલેટ દોઢ લાખ હોવા જોઈએ તેને બદલે આ બાળકને પ્લેટલેટ માત્ર 25 હજાર જેટલા હતા. આવો કિસ્સો રેર કેસમાં જોવા મળે છે.

માતા અને બાળકના પ્લેટલેટ ઇન્કમ્પેટીબલ એટલેકે મેચ થયા ન હોવાથી પ્લેટલેટ વિરૂદ્ધ એન્ટીબોડી બને છે જે પ્લેટલેટ નો નાશ કરે છે. તેથી પ્લેટલેટ નું પ્રોડક્શન નોર્મલ હોવા છતાં પ્લેટલેટ શરીરમાં ઓછા થઈ જાય છે. જેથી આ બાળકને ટ્રસ્ટની આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવતા ડો. જય બદિયાણી એ સારવાર આપી બાળકને સ્વસ્થ કર્યું છે. તબીબે જણાવ્યું હતુંકે, આવો કેસ ભાગ્યેજ સામે આવે છે અને બાળકને આવા કિસ્સામાં IVIG ના ઇન્જેક્શન આપવા પડે છે. હાલ આ બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...