પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા એક 68 વર્ષીય વૃદ્ધે બી.પી.ની બિમારીથી કંટાળીને ગઇકાલે સવારના સમયે ઝેરી દવા પી લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના છાંયા ગીતા નગરમાં રહેતા રતીલાલ વિઠ્ઠલભાઇ જોષી નામના 68 વર્ષીય વૃદ્ધને ઘણા વર્ષોથી બી.પી.ની બિમારી હોય અને તેની દવાઓ ચાલુ હોય પરંતુ ઠીક થતું ન હોવાથી અંતે તેમણે આ બિમારીથી કંટાળી જઇને ગઇકાલે વહેલી સવારના સમયે પોતાના ઘરમાં ઝેરી દવા પી લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું.
આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI જે. ડી. દેસાઇએ હાથ ધરી છે. આપઘાતના બનાવો અટકાવવા સરકારે વિચારવું આવશ્ય બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.