તસ્કરી:પોરબંદર શહેરમાં મંદિરમાંથી 290 ગ્રામ ચાંદીનું છત્તર ચોરાયું

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

પોરબંદરના મહાજન વાડી સામે આવેલ વાછરાદાદાના મંદિરે 290 ગ્રામ ચાંદીના છતરની ચોરી થતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોરબંદરના મિલપરા વિસ્તારમાં રહેતા વેલજીભાઈ લાલજીભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે, કોરીવાડ મહાજન વાડી સામે આવેલ વાછરાદાદાના મંદિરે ગત તા. 25/5 ના રોજ શાંજે ચાંદીનું છતર જોવા મળ્યું ન હતું અને મંદિરના પૂજારી તથા અન્ય લોકોને આ અંગે જાણ કરતા આ છતર કોઈને જાણ ન હોવાનું સામે આવતા આ 290 ગ્રામ ચાંદીનું છતર કિંમત રૂ. 20,000નું ચોરી થયેલ હોય જેથી કમલાબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તેમજ આ મંદિરમાં સીસીટીવી હોવાથી તેના ફુટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...