જાનહાની ટળી:ખાખચોકમાં 250 વર્ષ જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાખેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સવારે એકાએક ધડાકાભેર વૃક્ષ મૂળિયા સાથે ધરાશાયી થયું હતું. - Divya Bhaskar
ખાખેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સવારે એકાએક ધડાકાભેર વૃક્ષ મૂળિયા સાથે ધરાશાયી થયું હતું.
  • સદનસીબે જાનહાની ટળી, ફાયરની ટીમે આવી વૃક્ષનું કટીંગ કર્યું

પોરબંદરના ખાખચોકમા આવેલ ખાખેશ્વર મંદિરમાં 250 વર્ષ જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાય થયું હતું.પોરબંદરના ખાખચોક વિસ્તારમાં ખાખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરના પટાંગણમાં 250 વર્ષ જૂનું લીમડાનું વૃક્ષ આવેલ છે. સવારે એકાએક આ વૃક્ષ મૂળિયા સાથે ધરાશાયી થયું હતું અને ધડાકો થતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. આ અંગેની જાણ ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવતા તેમની ટિમ સ્થળ પર પહોંચી હતી.

વૃક્ષ ધરાશાય થતા સદનસીબે જાનહાનિ ટળી હતી. જોકે આ વૃક્ષ એક બાઇક પર પડતા બાઈકનો આગળના મોરાને નુકશાન થયું હતું. ફાયર બ્રિગેડની ટીમે કટર મશીન વડે કામગીરી હાથ ધરી વૃક્ષનું કટિંગ કર્યું હતું. મંદિરના મહંતે જણાવ્યું હતું કે સવારે એકાએક લીમડાનું વૃક્ષ ધડાકાભેર પડ્યું હતું. આમ તો આ મંદિરે દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય છે પરંતુ આ ઘટના સમયે સદનસીબે કોઈને જાનહાની થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...