તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:પોરબંદરમાંથી ક્ષયને નેસ્ત નાબુદ કરવા 15 દિવસિય ઝુંબેશ ચલાવાઇ

બગવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા મોબાઈલ વાન મારફતે દર્દી સુધી પહોંચી નિદાન કરાયું

પોરબંદર જિલ્લામાંથી ક્ષય રોગને નેસ્તનાબુદ કરવા 15 દિવસીય ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત મોબાઇલ વાન મારફતે દર્દીઓ સુધી પહોચી રોગના નિદાન કરાયા હતા.પોરબંદર ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા ગત 26 એપ્રિલથી 15 દિવસ સુધી ક્ષયરોગને જિલ્લામાંથી નેસ્તનાબૂદ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને તેના માટે એક ખાસ મેડિકલ વાન તૈયાર કરવામાં આવી હતી

જે મેડિકલ વાન જિલ્લાના ગ્રામ્ય સેન્ટરો પર જઈ છેવાડે રહેલા દર્દીને ઉધરસ, કફ તેમજ ભૂખના લાગવી જેવા લક્ષણોની તપાસ કરી જરૂર જણાય તો મેડિકલ વાનની અંદર જ દર્દીનો એક્સ-રે કરી દર્દીના કફનું સેમ્પલ લઈ લેબોરટરીમાં મોકલવાની વ્યવસ્થા કરવી અને જરૂરી દવાઓ સ્થળ પર જ દર્દીને આપવા સહિતની તમામ કામગીરી વિનામુલ્યે કરી રહી છે. આ વાન આજે બગવદર ગામે આવતા બગવદરમાં અનેક ટી.બી.ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓએ નિદાન, નિવારણ અને દવાઓ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...