મસ્તી કરવાની ના પાડતા તો...:પોરબંદરમાં ગત મંગળવારે 13 વર્ષના કિશોરને 3 શખ્સે માર મારીને બચકા ભરી લીધા

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિશોરે મસ્તી કરવાની ના પાડતા આવું કૃત્ય આચાર્યું

પોરબંદરમાં ગત મંગળવારે સાંજના સમયે 13 વર્ષના કિશોરે મસ્તી કરવાની ના પાડતા 3 શખ્સોઓ કિશોર પર હુમલો કર્યો હતો. અન કિશોરને આ શખ્સોએ ઢીકાપાટુ મારીને બચકા ભરી લીધા હતા. પોરબંદરના સત્યનારાયણ મંદિરની સામે ફલેમીંગો ટાવરમાં રહેતા જાગૃતિબેન વિરમભાઇ ભુતિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો દિકરો અંશ ઉ.વ. 13 તેમના ઘરની બાજુમાં આવેલ શ્રીકાન્તભાઇના ગેરેજ પર બેઠેલો હતો.

તે દરમિયાન સાગર ડબલુ, જીત શિયાળ તથા વિશાલ નામના શખ્સો ત્યાં આવીને અંશની મસ્તી કરવા લાગતા સાહેદ શ્રીકાન્તે તેમને મસ્તી કરવાની ના પાડતા આ ત્રણેય શખ્સોએ સાથે મળીને અંશને ઢીકાપાટુનો માર મારી ભુંડી ગાળો કાઢી હતી અને સાગર ડબલુ નામના શખ્સે તેમને ખભામાં બચકા પણ ભરી લીધા હતા તથા તેમણે સાહેદને છરી બતાવીને કહ્યું હતું કે આ વાત કોઇને કહીશ તો પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...