તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર દરમ્યાન યુકે થી 99 નાગરિકો આવ્યા

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 પૈકી 2 છાયાના ખડા વિસ્તારમાં, 1 એરપોર્ટ સામે, 1 પોરબંદરમાં હોવાની માહિતી મળી
 • 99 માંથી 95 ટ્રેસ થયા જ્યારે 4 નાગરિકોની ભાળ ન મળતા શોધખોળ હાથ ધરાઈ
 • ચારેય વ્યક્તિના મોબાઇલ સ્વીચ ઓફ : ચારેયના અધૂરા એડ્રેસ છે

બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. બ્રિટનથી આવનાર નાગરિકોને ટ્રેસ કરી તેઓને હોમ ક્વોરન્ટાઈન કરી તેમજ કોરોના ટેસ્ટ કરવાની સૂચના અપાઈ છે ત્યારે પોરબંદરમાં 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં યુકે થી 99 નાગરિકો આવ્યા છે જેમાંથી 95 નાગરિક ટ્રેસ થયા છે જ્યારે 4 નાગરિકનો પતો લાગતો ન હોવાથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શોધખોળ આદરી છે. કોરોનાનો નવો સ્ટ્રેનના દર્દીઓની સંખ્યા બ્રિટનમાં વધી છે અને બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓના મૃત્યુ આંક વધ્યા છે જેથી બ્રિટનથી ભારત આવતા નાગરિકોથી કોઈ સંક્રમણ ન ફેલાય તેની સલામતીના ભાગ રૂપે ફ્લાઈટો આવા પર પ્રતિબંધ લંબાવ્યો છે અને નવેમ્બર થી ડિસેમ્બર દરમ્યાન બ્રિટનથી આવનાર નાગરિકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન તેમજ કોરોના ટેસ્ટ કરવા સૂચના આપી છે.

પોરબંદર જિલ્લામાં 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં યુકેથી 99 નાગરિકો ફ્લાઇટ મારફત આવ્યા છે. જેમાં બે સ્લોટ આપવામાં આવ્યા હતા. 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં યુકેથી આવેલા નાગરિકોને હોમ ક્વોરન્ટાઇન કરવાના હતા તેમજ 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં યુકેથી આવેલ નાગરિકોના RTPCR ટેસ્ટ કરી હોમ ક્વોરન્ટાઇન કરવાની સૂચના હતી.

પોરબંદર જિલ્લામાં યુકેથી આવેલ 99 નાગરિકો માંથી 95 નાગરિકોને ટ્રેસ કરવામાં આવ્યા હતા અને તેઓને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને દરરોજ તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે જ્યારે 4 નાગરિકોને ટ્રેસ કરી શકાયા નથી. યુકેથી પોરબંદર આવેલ 4 નાગરિકોનો કોઈ પતો લાગતો નથી જેથી 4 નાગરિકની શોધખોળ આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે.આરોગ્ય વિભાગના કર્મીએ જણાવ્યું હતું કે યુકેથી આવેલ 4 નાગરિકો ટ્રેસ થયા નથી. આ નાગરિકો માંથી 2 વ્યક્તિ છાયાના ખડા વિસ્તાર તેમજ 1 પોરબંદર અને 1 એરપોર્ટ સામેના વિસ્તારનો હોવાની જ માહિતી છે.

ચારેય નાગરિકોને શોધવા વધુ માહિતી મંગાવવામાં આવી
પોરબંદરમાં યુકેથી આવેલ 4 નાગરિકનો પતો લાગતો નથી અને માહિતી વધુ નથી. આ ચારેય વ્યક્તિઓના મોબાઈલ સ્વીચ ઓફ આવે છે તેમજ અધૂરા એડ્રેસ છે. જેથી આ અંગે સ્ટેટને માહિતી મોકલાવી વધુ માહિતી મળે તેવા પ્રયાસ હાથ ધર્યા છે તેવુ આરોગ્ય વિભાગ કર્મીએ જણાવ્યુ છે.

યુકેથી આવેલ 51 લોકોના ટેસ્ટ થયા
પોરબંદર જિલ્લામાં યુકેથી આવેલ નાગરિકો માંથી 51 નાગરિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવતા 50 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે 1 રિપોર્ટ બાકી છે.

શું નિયમ છે?
કોરોનાના નવા સ્ટ્રેન યુકેથી આવેલ નાગરિકના RTPCR રિપોર્ટમાં પોઝિટિવ આવે તો તે દર્દીના સેમ્પલ પુના લેબમાં મોકલવા પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો