ચૂંટણી:જિલ્લામાં આજે 98 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે, ચૂંટણી શાંતિપૂર્ણ યોજાય તે માટે તંત્ર સજ્જ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવાર સાંજથી પ્રચાર બંધ થયો, ત્રણેય તાલુકા ખાતે ડિસ્પેચીંગ કામગીરી પૂર્ણ
  • સંવેદન અને અતિ સંવેદનશીલ બુથો પર સઘન બંદોબસ્ત : ભોદ ગામે એક જ ફોર્મ ભરાતા તે સરપંચ બીનહરીફ થયા

જિલ્લામાં આજે 98 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે. ત્રણેય તાલુકા ખાતે ડિસ્પેચિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી શાંતિપૂર્ણ યોજાય તે માટે તંત્ર સજ્જ થયું હતું અને સંવેદન તેમજ અતિ સંવેદનશીલ બુથો પર સધન બંદોબસ્ત રાખવામા આવ્યો છે. પોરબંદર જિલ્લામા 130 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમા 31 ગ્રામપંચાયત સમરસ થઈ છે જ્યારે ભોદ ગામે એકજ સરપંચનું ફોર્મ ભરાતા તે બિનહરીફ થયા છે તેમજ વોર્ડમાં એકપણ સભ્યના ફોર્મ ન આવતા વોર્ડ બધા ખાલી રહેતા આ ગામમાં ચૂંટણી નહિ થાય.

આમ પોરબંદર જિલ્લામાં 98 ગ્રામપંચાયતમા કુલ 254 સરપંચ અને 1687 સભ્યો વચ્ચે ચૂંટણી આજે તા. 19 ડિસેમ્બરે યોજાશે. બેલેટ પેપરથી મતદાન થશે. 98 ગ્રામપંચાયતમાં ઉમેદવારો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત થયા હતા. 185 મતદાન મથક રહેશે. કુલ 370 મતદાન પેટી વપરાશે. કુલ 185 મતદાન મથકો માંથી 59 મતદાન મથક સંવેદનશીલ છે. જ્યારે 28 મતદાન મથક અતિ સંવેદનશીલ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે ગામમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં ભારે ચહેલપહેલ જોવા મળી હતી. ઉમેદવારોએ ચૂંટણી જીતવા એડી ચોટી નું જોર લગાવ્યું હતું. અને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા.

શુક્રવારે શાંજથી ચૂંટણી પ્રચાર બંધ થયો હતો. ઉમેદવારોએ છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા પ્રયાસ કરી ડોર ટૂ ડોર પ્રચાર પણ કર્યો હતો. આજે રવિવારે ચૂંટણી યોજાશે જેથી આગલા દિવસે મતપેટી સહિત મતદાન સાહિત્ય ત્રણેય તાલુકા ખાતેથી ડિસ્પેચ કરવામાં આવ્યું હતું. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર સજ્જ થયું છે અને સંવેદન તેમજ અતિ સંવેદનશીલ બુથ પર સઘન બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે.

દરેક બુથ પર સ્ટાફ પહોંચી ગયો
આજે ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે ત્યારે આગલા દિવસે શનિવારે દરેક બુથ પર મતદાન સ્ટાફ પહોંચી ગયો છે. કુલ 185 બુથ પર કુલ 1130 ઓફિસર સ્ટાફ પહોંચી ગયો છે તેમજ 15 ટકા સ્ટાફ રિઝર્વ રાખવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર પ્રચાર
આમતો શુક્રવારે શાંજથી ચૂંટણી પ્રચાર બંધ થયો છે. ત્યારે ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચારમાં વ્યસ્ત બન્યા હતા ઉપરાંત સોસીયલ મીડિયાના માધ્યમથી પણ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...