ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ:પોરબંદર જિલ્લામાં 98 ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ,સાંજે 5 વાગ્યા સુધીમાં 66.77 % મતદાન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વખતની સરખામણીએ માત્ર 5 વાગ્યા સુધીમાં જ 11.13 ટકા વધુ મતદાન નોંધાયું, મતદારોમાં સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો

પોરબંદર જિલ્લામાં 98 ગ્રામપંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. જેમાં શાંજે 5 વાગ્યા સુધીમાં 66.77 ટકા મતદાન થયું હતું. ગત વખતની સરખામણીએ 5 વાગ્યા સુધીમાં 11.13 ટકા વધુ મતદાન નોંધાયું છે. મતદારોમાં સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોરબંદર જીલ્લામા 130 ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીમા 31 ગ્રામપંચાયત સમરસ થઈ હતી.

જ્યારે ભોદ ગામે એકજ સરપંચનું ફોર્મ ભરાતા તે બિનહરીફ થયા છે તેમજ વોર્ડમાં એકપણ સભ્યના ફોર્મ ન આવતા વોર્ડ બધા ખાલી રહેતા આ ગામમાં ચૂંટણી યોજાઈ ન હતી, પોરબંદર તાલુકાની વાત કરીએતો 65 ગ્રામપંચાયતમા 214 સરપંચના ફોર્મ માંથી 4 અમાન્ય રહ્યા હતા અને 54 સરપંચોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેથી પોરબંદરના 52 ગ્રામપંચાયતમાં 143 સરપંચ, રાણાવાવ તાલુકામાં 26 ગ્રામપંચાયતમા 77 સરપંચના ફોર્મ ભરાયા હતા

જેમાંથી 23 સરપંચોએ ફોર્મ પરત ખેંચતા 54 સરપંચ વધ્યા હતા જેમાંથી 8 સમરસ થતા 18 ગ્રામપંચાયતમાં કુલ 46 સરપંચ અને કુતિયાણા તાલુકાના 39 ગ્રામપંચાયતમાં કુલ 90 સરપંચના ફોર્મ માંથી 13 સરપંચએ ફોર્મ પરત ખેંચાયા હતા અને 12 સમરસ થતા 28 ગ્રામપંચાયતમા કુલ 65 સરપંચ આમ જિલ્લાની 98 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 254 સરપંચ અને 1687 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ગ્રામપંચાયતની ચૂંટણીમા બેલેટ પેપરથી મતદાન થયુ હતું. આ ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 185 મતદાન મથક રહ્યા હતા.

જેમાં 59 મતદાન મથક સંવેદનશીલ અને 28 મતદાન મથક અતિ સંવેદનશીલ હતા. મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ અને કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે તંત્ર સજ્જ થયું હતું. 1030 ઓફિસર સ્ટાફ તેમજ 15 ટકા સ્ટાફ રિઝર્વ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત એસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી સહિત કુલ 900 જેટલો પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

ગ્રામપંચાયતની ચૂંટણીમાં સવારથીજ લોકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. ગ્રામ્ય ચૂંટણી હોવાથી સ્થાનિક લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાંજે 5 વાગ્યા સુધીમાં 66.77 ટકા જેટલું મતદાન થયું હતું. ગત વખતે ગ્રામપંચાયતની ચૂંટણી 2016મા યોજાઈ હતી જેમાં કુલ મતદાન 55.64 ટકા થયું હતું જ્યારે આ વખતે 5 વાગ્યા સુધીમાં જ 66.77 ટકા મતદાન થયું છે. ગત વખતની આ ચૂંટણીની સરખામણીએ પોરબંદર જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં જ 11.13 ટકા વધુ મતદાન થયું છે.

ચૂંટણીમાં કોરોનાની ગાઈડ- લાઈનનું ચુસ્તપણે પાલન થયું
જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોરોના સંક્રમણ ન ફેલાઈ તેવી સાવચેતીના ભાગરૂપે દરેક મતદાન મથક ખાતે સેનિટાઈઝર, માસ્ક, ગન સહિતની સુવિધા રાખવામાં આવી હતી.

કેટલા મતદારોએ મતદાન કર્યું?
ગ્રામપંચાયતની ચૂંટણીમાં શાંજે 5 વાગ્યા સુધીના મતદાનમાં 82380 પુરુષો અને 76442 સ્ત્રીઓ એમ કુલ 158822 લોકોએ મતદાન કર્યું હતું.

70 ટકાથી વધુ મતદાન ની શકયતા - પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા બાદ રાત્રે 8:30 કલાક સુધી 6 વાગ્યાના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. તજજ્ઞો ના મત મુજબ છેલ્લી 1 કલાકમાં 5 ટકાથી વધુ મતદાન થવાની શકયતા રહે છે જેથી ગ્રામપંચાયતની ચૂંટણીમાં અંદાજે 70 ટકાથી વધુ મતદાન થવાની શકયતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...