લીલી પરિક્રમા ફળી:એક્સ્ટ્રા બસના સંચાલનથી 6 દિ'માં 9.67 લાખની આવક

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીલી પરિક્રમા પોરબંદર એસટી વિભાગને ફળી

લીલી પરિક્રમા પોરબંદર એસટી વિભાગને ફળી છે. એક્સ્ટ્રા બસના સંચાલનથી 6 દિવસમાં કુલ રૂ. 9.67 લાખની આવક થઈ છે. ગત દિવાળીના તહેવાર દરમ્યાન પોરબંદર એસટી વિભાગ દ્વારા મુસાફરના ટ્રાફિક મુજબ એક્સ્ટ્રા બસ દોડાવી હતી. ખાસ તો તહેવાર દરમ્યાન યાત્રાધામ અને લાંબારૂટની બસ દોડાવવામાં આવી હતી.પોરબંદર એસટી વિભાગને તહેવાર દરમ્યાન એક્સ્ટ્રા બસ દોડાવતા રૂ. 15 લાખની વધુ આવક થઈ હતી.

બાદ જૂનાગઢ ખાતેની ગિરનાર લીલી પરિક્રમા પણ પોરબંદર એસટી વિભાગને ફળી છે. પોરબંદર એસટી ડેપો ખાતે થી વહેલી સવારે 5 વાગ્યાથી સાંજે 7:30 સુધી જૂનાગઢ સુધીની દર કલાકે બસ ઉપડી હતી અને મુસાફરોના ટ્રાફિકને ધ્યાને લઈને એક્સ્ટ્રા બસ ફાળવી હતી. જેમાં તા. 2 /11 થી તા. 7/11 એમ 6 દિવસમાં જૂનાગઢ સુધીની કુલ 245 ટ્રીપ કરવામાં આવી હતી. લીલી પરિક્રમા દરમ્યાન પોરબંદર એસટી વિભાગને કુલ રૂ. 9,67,252ની વધુ આવક નોંધાઇ છે.

16190 લોકોએ મુસાફરી કરી
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા દરમ્યાન 6 દિવસમાં પોરબંદર એસટી વિભાગ દ્વારા 87 વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 28997 કીમીનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં આવક જાવક સહિત કુલ 16190 મુસાફરોએ એસટી બસમાં મુસાફરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...