તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 96 દર્દી દાખલ, 70 દર્દી ઓક્સિજન પર

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં 10 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ, 30 ડિસ્ચાર્જ, 233 એક્સિવ કેસ

પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 96 દર્દી દાખલ છે જેમાંથી 70 દર્દી ઓક્સિજન પર છે. સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી. પોરબંદરમાં 24 કલાકમાં 10 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 30 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પોરબંદરમાં કોરોના સંક્રમણ વધતા કોરોના પોઝિટીવ દર્દી તેમજ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યા વધતા દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. હાલ સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓના મૃત્યુની સંખ્યામા પણ મહદઅંશે ઘટાડો થયો છે. હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 97 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 20 દર્દી દાખલ છે જેમાંથી 7 પોઝિટીવ અને 13 નેગેટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 32 દર્દી દાખલ છે જેમાંથી 10 દર્દી પોઝિટીવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 44 દર્દી દાખલ છે. 96 દર્દી પૈકી 70 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 933 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 10 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં સુભાસનગર, મિલપરા, ખાપટ, જ્યુબિલી, કડીયાપ્લોટ, બળેજ, અડવાણા, માધવપુર, વિસાવાડા માંથી 16 વર્ષથી 65 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3279એ પહોંચ્યો છે. જ્યારે 30 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3053એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 132 કેસ એક્ટિવ છે. જ્યારે 51 દર્દી હોમ આઇસોલેટ છે.

અન્ય સમાચારો પણ છે...