કોરોનાનું ઘટતું સંક્રમણ:પોરબંદરની 10 કોવિડ હોસ્પિટલમાં 93 બેડ ખાલી, 95 દર્દી કોરોનાને માત આપી ડિસ્ચાર્જ થયા

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત નહીં
  • પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 84 દર્દી કોરોના પોઝિટીવ આવ્યા, 5થી 72 વર્ષ સુધીના સ્ત્રી- પુરૂષનો સમાવેશ

પોરબંદરની બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે 48 અને 8 ખાનગી હોસ્પિટલ ખાતે 45 બેડ ખાલી રહ્યા છે. સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી. 95 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે જ્યારે 84 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 941 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 84 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં 19 ગામડા માંથી 39 દર્દી સહિત કુલ 84 દર્દી જેમાં 5 વર્ષથી 72 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 2904એ પહોંચ્યો છે. જ્યારે 95 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 2486એ પહોંચ્યો છે.

હાલ જિલ્લામાં 380 કેસ એક્ટિવ છે. 321 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં 152835 કુલ ટેસ્ટ થયા છે. પોરબંદરમાં કોરોના સંક્રમણ વધતા કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધી છે અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓની સંખ્યા વધતા થોડા દિવસો પહેલા બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાતા હતા. અને દર્દીઓથી બેડ ભરાઈ ગયા હતા. આમ તો સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે 150 બેડની કેપેસિટી સામે 200થી વધુ બેડની વ્યવસ્થા કરાઈ હતી અને નર્સિંગ કોવિડ ખાતે 50 બેડ ઉપરાંત વધુ 50 બેડની વ્યવસ્થા કરાઈ હતી અને એક સમયે જમીન પર બેડ પાથરી દર્દીઓની સારવાર થતી હતી પરંતુ હાલ સદનસીબે દર્દીઓની સંખ્યામાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે. બન્ને સિવિલ કોવિડ ખાતે કેપેસિટી ધરાવતા બેડમાં મા કુલ 48 બેડ ખાલી રહ્યા છે અને 8 ખાનગી હોસ્પિટલમાં હાલ 45 બેડ ખાલી રહ્યા છે. સદનસીબે 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી.

સિવીલ, નર્સિંગ કોવિડ હોસ્પિટલમાં 101 દર્દી દાખલ

  • પોરબંદરની સિવિલ કોવિડમાં આઇસોલેશનમા 17 દર્દી દાખલ છે જેમાં 5 પોઝિટિવ અને 11 નેગેટિવ દર્દી છે. ISO જનરલ વોર્ડમાં 28 દર્દી દાખલ છે જેમાથી 4 પોઝિટિવ અને 22 નેગેટિવ દર્દી છે. સેમી આઇસોમાં 56 દર્દી દાખલ છે.
  • નર્સિંગ કોવિડ ખાતે કુલ 51 દર્દી દાખલ છે જેમાં 6 દર્દી ઇમરજન્સી વોર્ડમાં દાખલ છે.

8 ખાનગી હોસ્પિટલ ખાતે 84 દર્દી દાખલ
8 ખાનગી હોસ્પિટલ ખાતે 129 બેડ છે જેમાં 84 દર્દી દાખલ છે. જેમાંથી 52 દર્દી ઓક્સિજન પર, 5 દર્દી બાયપેપ પર અને 1 દર્દી વેન્ટિલેટર પર છે. 45 બેડ ખાલી છે.

બન્ને કોવિડ ખાતે 82 દર્દી ઓક્સિજન પર
બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે કુલ 152 દર્દી દાખલ છે જેમાંથી 82 દર્દી ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...