પોરાનાશક કામગીરી:પોરબંદરમાં ડેન્ગ્યુના 90, મેલેરિયાના 21 કેસ નોંધાયા

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય તંત્ર દ્વારા પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી

પોરબંદરમાં વાઇરસ તાવના દર્દીઓમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં 21 જેટલા મેલેરિયા અને 90થી વધુ દર્દીના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે ત્યારે પોરાનાશક કામગીરીને વેગવંતી કરવામાં આવી છે. પોરબંદરમાં ચોમાસા બાદ રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલમાં 90થી વધુ ડેન્ગ્યુના કેસ તેમજ 21 જેટલા મેલેરિયાના કેસ નોંધાયા છે.

ખાનગી હોસ્પિટલમાં અનેક દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે. ત્યારે પોરબંદરમાં પોરાનાશક કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. જિલ્લા મેલેરિયા ઇન્ચાર્જ અધિકારી ડો. બી.બી. કરમટાએ જણાવ્યું હતુ કે, છાયા, સુભાષનગર, કડીયાપ્લોટ અને શીતલાચોક વિસ્તારમાં પોરાનાશક કામગીરી માટે 5 ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પાણીના પાત્રો ચેક કરી પોરાનાશક કામગીરી કરી લોકોને માહિતી આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...