દારૂની મહેફીલમાં રંગમા ભંગ:સોઢાણા ગામે દારૂની મહેફીલ માણતા 9 યુવકો ઝડપાયા; પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરી આવી પ્રવૃતિ કરનાર ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેને લઈ પોરબંદર ગ્રામ્ય ઋતુ રાબાના માર્ગદર્શન મુજબ એચ.સી.ગોહીલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બગવદર પોલીસ સ્ટેશન દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામા આવી હતી અને વિસ્તારમાં દારૂ-જુગારની પ્રવૃતીને અટકાવવા ટીમોને કાર્યરત કરવામાં આવી હતી.

જેને લઈ જયમલ મોઢવાડીયાને બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો દારૂની મહેફીલ માણી રહ્યાં છે. જેના આધારે સોઢાણા ગામની સોરઠી નદીના કાંઠે બાવળની ઝાડી નીચે દેશી દારૂ સાથે દારૂનો નશો કરી મહેફીલ માણતાં કુલ 9 યુવકોને પકડી પાડવામા આવ્યા હતા. તેઓની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુન્‍હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

આરોપીઓ

  1. કેતન કેશવ ઓડેદરા ઉ.વ.૨૬ ધંધો-ડ્રાઈવીંગ
  2. નોંઘણ રામદે કારાવદરા ઉ.વ.૪૨ ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ
  3. ભરત સાજણ દીવરાણીયા ઉ.વ.૩૨ ધંધો-ડ્રાઈવીંગ
  4. રણજીત દેવા ઓડેદરા ઉ.વ.૪પ ધંધો-મજુરી
  5. રામદે દુદા કારાવદરા ઉ.વ.૫૦ ધંધો-ખેતી
  6. કેશુ દુદા કારાવદરા ઉ.વ.૪૯ ધંધો-ખેતી
  7. ઈકબાલ ભીખુ કાટેલીયા ઉ.વ.૩૦ ધંધો- વાણંદ
  8. સવદાસ કરશન કેશવાલા ઉ.વ.૪૧ ધંધો-ખેતી
  9. નાથા પુંજા રાતળીયા ઉ.વ.૪૫ ધંધો-ખેતી રહે તમામ સોઢાણા ગામ
અન્ય સમાચારો પણ છે...