કાર્યવાહી:બિલેશ્વર ગામેથી મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુગારધામ પર પોલીસની લાલઆંખ
  • પોલીસે દરોડો પાડી રૂપિયા 10130 નો મુદ્દામાલ કબજે કર્યો

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામે દીપડીયાપરામાં એક રહેણાંક મકાનમાં પોલીસે ગઇકાલે સાંજના સમયે દરોડો પાડતા 9 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી રૂ. 10130 નો મુદામાલ કબજે કર્યો હતો.

જિલ્લાના રાણાવા તાલુકાના બિલેશ્વર ગામે દીપડીયાપરામાં રહેતા ભીમશીભાઇ અરજનભાઇ વાઘેલા નામના શખ્સના ઘરમાંથી ભરત ગેલાભાઇ મકવાણા, પ્રવિણ ભીખુભાઇ કુંવરીયા, ભરત લખમણ બારૈયા, પ્રેમજી પોલાભાઇ લુદરીયા, સુનીલ લખમણ બારૈયા, બાબુ પોલાભાઇ લુદરીયા, પ્રતાપ લખમણ બારૈયા અને બાબુ ભીમાભાઇ ગોહીલ નામના 9 શખ્સોને ગંજીપતાના પાના વડે રોન હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 10130 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ તમામ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...