પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કુલ 19 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 947 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 9 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં નર્સિંગ હોસ્ટેલની 20 વર્ષીય વિદ્યાર્થીની, વનાણા માંથી 23 વર્ષીય યુવતી, ધનલક્ષ્મી સોસાયટી માંથી 39 વર્ષીય યુવાન, રાણાવાવ સૌરાષ્ટ્ર સિમેન્ટ કોલોની માંથી 17 વર્ષીય કિશોર, જીઆઇડીસી પાલવ સોસાયટી માંથી 49 વર્ષીય પ્રૌઢ, વાધેશ્વરી પ્લોટ રોયલ પેલેસ માંથી 35 વર્ષીય મહિલા અને 73 વર્ષીય વૃદ્ધ તેમજ જ્યુબિલી વિસ્તાર માંથી 18 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.
સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3421એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3267એ પહોંચ્યો છે. હાલ સિવિલે આપેલ આંકડા મુજબ જિલ્લામા 19 કેસ એક્ટિવ છે. જેમાથી 10 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ 9 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 274696 ટેસ્ટ થયા છે.કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઇને સરકાર દ્વારા લોક હિતાર્થે જરૂરી પ્રતિબંધ-છૂટછાટ મુકવામા આવે છે. જે અનુસંધાને કોરોના સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાને લઇને જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર દ્રારા સમગ્ર પોરબંદર જિલ્લામા તા.11 થી તા. 22 જાન્યુઆરી સુધી સાવચેતીના ભાગરૂપે જરૂરી નિયંત્રણો લગાવતુ જાહેરનામુ બહારપાડ્યુ છે, જેમાં તા. 22 જાન્યુઆરી સુધી રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સહિત સ્થળોએ ખુલ્લામા મહત્તમ 150 વ્યક્તિઓ જ એકત્ર થઈ શકશે. બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામા વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગમા ખુલ્લામા મહત્તમ 150 વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગ માટે ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.