તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સિવીલ હોસ્પિટલમાં 9 દર્દી દાખલ, 8 ઓક્સિજન પર

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 428 ટેસ્ટમાંથી કોરોનાનો 0 કેસ, 2 દર્દી ડિસ્ચાર્જ

પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 9 દર્દી દાખલ છે જેમાંથી 8 દર્દી ઓક્સિજન પર છે. પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 9 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 4 દર્દી દાખલ છે જ્યારે ISO જનરલ વોર્ડમાં 5 દર્દી દાખલ છે. જેમાં 1 પોઝિટિવ દર્દી દાખલ છે. 9 દર્દી પૈકી 8 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયું નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 428 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા સદનસીબે એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3387એ પહોંચ્યો છે. જ્યારે 2 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3237એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 12 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...