તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સિવીલ હોસ્પિટલમાં 9 દર્દી દાખલ, 5 દર્દી ઓક્સિજન પર, 2 ડિસ્ચાર્જ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં કોરોનાના 375 ટેસ્ટ કરવામાં આવ્યા

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. જ્યારે 2 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 375 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા સદનસીબે એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3387એ પહોંચ્યો છે. જ્યારે 2 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3242એ પહોંચ્યો છે.

હાલ જિલ્લામાં 07 કેસ એક્ટિવ છે. જ્યારે 4 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં કુલ 181076 ટેસ્ટ થયા છે. પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 9 દર્દી દાખલ છે જેમાંથી 5 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું સદનસીબે મોત થયુ નથી. પોરબંદરમાં કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 9 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 3 દર્દી દાખલ છે જ્યારે ISO જનરલ વોર્ડમાં 6 દર્દી દાખલ છે. બન્ને વોર્ડ ખાતે એકપણ પોઝિટિવ દર્દી દાખલ નથી. 9 દર્દી પૈકી 5 દર્દી ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...