કોરોના:પોરબંદર જિલ્લામાં વધુ 9 દર્દી કોરોના પોઝિટીવ

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દર્દી ડિસ્ચાર્જ, જિલ્લામાં 47 કેસ એક્ટિવ

જિલ્લામાં 24 કલાકમાં 9 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં 47 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 663 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 9 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં પોરબંદરના છાયા વિસ્તાર માંથી 3 કેસ, પેરેડાઈઝ વિસ્તાર માંથી, કડીયાપ્લોટ શેરી નં.1, 2 અને 7 માંથી, ઝુંડાળા વિસ્તાર, મિલપરા શેરી નં.8 સહિતના વિસ્તાર માંથી 25 વર્ષથી માંડીને 65 વર્ષના સ્ત્રી-પુરુષનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4171એ પહોંચ્યો છે. 3 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 3985એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 47 કેસ એક્ટિવ છે જેમાંથી 16 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 31 દર્દી હોમ આઇસોલેટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...