તંત્રનો દાવો:પોરબંદરમાં આચારસંહિતા ભંગ અંગે 9 ફરિયાદ આવી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ ફરિયાદોનો નિકાલ કર્યાનો તંત્રનો દાવો

પોરબંદરમાં આચારસંહિતા ભંગ અંગે 9 ફરિયાદ આવી હતી અને આ તમામ ફરિયાદોનો નિકાલ કર્યાનું તંત્રએ જણાવ્યું છે. વિધાનસભા ની ચટણી જાહેર થતા આચાર સંહિતા લાગુ પડી જાય છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા આચાર સંહિતા ભંગ અંગેની ફરિયાદો ઉઠતી રહે છે. પોરબંદરમાં આચાર સંહિતા અંગેની અત્યાર સુધીમાં કુલ 9 ફરિયાદો આવી હતી, જેમાં વિવિધ વિસ્તારમાં રાજકીય પક્ષના બેનરો હટાવાયા ન હોવા અંગે તેમજ કાર્યાલય ખાતે ઝંડા રાખવા અંગેની ફરિયાદ આવી હતી.

મેડિકલ કોલેજના ડીન દ્વારા બે તબીબને જુનિયર માંથી સિનિયર રેસીડેન્ટ માં નિમણુંક આપી હોવાની ઉપરાંત સુદામા ચોક ગ્રાઉન્ડ ફાળવવા ની અરજીમાં પ્રથમ અરજી કરનારને બદલે બીજી અરજી કરનારને ગ્રાઉન્ડ ફાળવી દેવા અંગેની ફરિયાદ આવી હતી. આ ઉપરાંત રેકડી ધારકોને પાલિકા ખાતે બોલાવવા અંગે અને કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ સામે આચાર સંહિતા ભંગ અંગેની ફરિયાદ આવી હતી જેમાં આ તમામ આચાર સંહિતાની ફરિયાદનો નિકાલ કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...