ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની:પોરબંદરમાંથી 24 કલાકમાં દેશી દારૂના 9 કેસ નોંધાયા

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સ પીધેલી હાલતમાં ઝડપાયા

પોરબંદર જિલ્લામાં દેશી દારૂની રેલમછેલ હોય તેમ દારૂનું વેચાણ કરતા શખ્સોને પોલીસી કોઇ બીક ના હોય તેમ તેનું ઉત્પાદન કરતા હોય છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 9 કેસ નોંધાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જિલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 9 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે. જેમાંથી 3 શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને જિલ્લામાંથી પોલીસે અલગ અલગ 6 જગ્યાએથી 33 લીટર દેશી દારૂ પકડી પાડયો હતો.

જિલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...