દારૂ ઝડપાયો:પોરબંદર જિલ્લામાંથી વિલાયતી દારૂની 9 બોટલ ઝડપી લેવાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂા. 3300 નો મુદ્દામાલ કબજે કરી શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો

પોરબંદર જીલ્લામાં વિલાયતી દારૂની રેલમછેલ હોય તેમ જીલ્લામાંથી છાશવારે વિલાયતી દારૂ ઝડપાતો રહે છે છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરફેરના કિસ્સા ઝડપાતા રહે છે. પોરબંદર જીલ્લામાંથી 2 અલગ અલગ જગ્યાએથી પોલીસે વિલાયતી દારૂની 9 બોટલો કિંમત રૂ. 3300 ની ઝડપી લીધી હતી. પોલીસે બંને જગ્યા પર આરોપી મળી ન આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં સુદામા પરોઠા હાઉસની પાછળ રહેતા આકાશ ઉર્ફે આકલો રાજુભાઇ કોડીયાતર નામના શખ્સના ઘરે પોલીસે દરોડો પાડતા તેમાંથી વિલાયતી દારૂની 2 બોટલો કિંમત રૂ. 600 ની મળી આવી હતી. આ દરોડા દરમિયાન આકાશ કોડીયાતર નામનો શખ્સ ઘર પર હાજર નહીં મળતા પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી.

જયારે કે કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ગામે ઉગમણી સીમથી સારણનેશ જતા રસ્તા પર રહેતા રમેશ ઉકાભાઇ સીંધલની વાડીમાં પોલીસે દરોડો પાડતા ત્યાંથી વિલાયતી દારૂની અલગ અલગ બ્રાન્ડની 7 બોટલો કિંમત રૂ. 2700 ની મળી આવી હતી. આ દરોડા દરમિયાન રમેશ સીંધલ હાજર મળ્યો ન હતો તેથી પોલીસે આ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ બંને શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...