તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સિવીલ કોવિડ હોસ્પિટલમાં 87 દર્દી દાખલ, 60 ઓક્સિજન પર, 1 મોત

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 8 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ, 20 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા
  • કોવિડ કેર સેન્ટરોના 156 બેડમાં માત્ર 4 દર્દી દાખલ, 95 કેસ એક્ટિવ

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 8 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 20 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદર જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. બે માસ પહેલા સિવિલ કોવિડમાં કોરોના પોઝિટીવ દર્દીઓ અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓ ઉભરાતા હતા અને દર્દીઓને દાખલ થવા માટે જગ્યા ન હતી. તે સમયે બન્ને કોવિડ હોસ્પિટલ ઉપરાંત ખાનગી દવાખાનાઓ અને કોવિડ કેર સેન્ટરો દર્દીઓથી ભરાઈ ગયા હતા. હાલ સ્થિતીમાં સદનસીબે સુધારો આવ્યો છે અને દાખલ દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળે છે.

સિવીલ કોવિડ હોસ્પિટલમા કુલ 87 દર્દીઓ દાખલ છે જેમાં આઇસોલેશનમા 17 દર્દી જેમાં 8 પોઝિટીવ દર્દી દાખલ છે જ્યારે ISO જનરલ વોર્ડમાં 24 દર્દી માંથી 8 દર્દી પોઝિટીવ છે ઉપરાંત સેમી આઇસોમાં 46 દર્દી દાખલ છે. 87 દર્દીમાંથી 60 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 1 દર્દીનું મોત થયું છે. મહત્વની વાત એ છે કે, જે સમયે દાખલ દર્દીઓની સંખ્યા વધતા જિલ્લામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. હાલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા 18 કોવિડ કેર સેન્ટર ખાતે કુલ 156 બેડ માંથી સદનસીબે માત્ર 4 દર્દી દાખલ છે. કુલ 152 બેડ ખાલી છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 751 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 8 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં એરપોર્ટ, સીતાર નગર, માણેકવાડો, મચ્છીમાર્કેટ, રાતીયા માંથી 22 વર્ષથી 65 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3292એ પહોંચ્યો છે. જ્યારે 20 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3073એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 95 કેસ એક્ટિવ છે. જ્યારે 12 દર્દી હોમ આઇસોલેટ છે.

ખાનગી હોસ્પિટલોમાં 113 બેડ ખાલી છે
જિલ્લાની 8 જેટલી ખાનગી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને સારવાર આપવામાં આવે છે આ તમામ ખાનગી હોસ્પિટલના 129 બેડ માંથી હાલ 16 દર્દી દાખલ છે. 113 બેડ ખાલી છે. 16 દર્દીઓ માંથી 6 દર્દી ઓક્સિજન પર અને 2 દર્દી બાયપેપ પર છે.

પોરબંદર જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનારા 3 લોકો સામે ગુનો નોંધાયો
​​​​​​​પોરબંદર પોલીસે છેલ્લા 24 કલાકમાં કોરોના સંકમણને અટકાવવા અપાયેલા જાહેરનામાનો ભંગ કરી લોકોમાં વધુ સંક્રમણ ફેલાય તેવું કૃત્ય કરનારા 3 લોકો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ વકરી રહયું છે. જિલ્લામાં રાત્રી કફયુઁનો ભંગ કરનારા 1 લોકો સામે અને માસ્ક પહેર્યા વિના બહાર નિકડનારા 2 સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...