તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પોરબંદર સિવીલ કોવિડ હોસ્પિટલમાં 86 દર્દી દાખલ, 69 દર્દી ઓક્સિજન પર

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ, 30 દર્દી ડિસ્ચાર્જ થયા
  • લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું : જિલ્લામાં 107 કેસ એક્ટિવ

પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 86 દર્દી દાખલ છે જેમાંથી 69 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 30 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પોરબંદરમાં કોરોના સંક્રમણને પગલે પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 86 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 18 દર્દી દાખલ છે જેમાંથી 8 પોઝિટિવ અને 10 નેગેટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 26 દર્દી દાખલ છે જેમાંથી 10 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 42 દર્દી દાખલ છે. 86 દર્દી પૈકી 69 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 729 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 5 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં કડીયાવાડ, છાયા, મિલપરા, વાડિપ્લોટ અને ખીજદર માંથી 32 વર્ષથી 58 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3284એ પહોંચ્યો છે. જ્યારે 30 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે.

આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3083એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 107 કેસ એક્ટિવ છે. જ્યારે 25 દર્દી હોમ આઇસોલેટ છે. પોરબંદર જિલ્લામાં ત્રીજી લહેર માટે તંત્ર દ્વારા તૈયારી કરાઇ છે. લેડિ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...