તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ:પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 86 દર્દીઓ દાખલ

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત નહિ

પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 86 દર્દી દાખલ છે જેમાંથી 62 દર્દી ઓક્સિજન પર છે. સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી. પોરબંદરમાં કોરોના સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ દર્દી તેમજ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યા વધતા દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. હાલ સ્થિતિમાં સુધારો થતા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓના મૃત્યુની સંખ્યામા પણ મહદઅંશે ઘટાડો થયો છે.

હાલ પોરબંદરની સિવિલ કોવિડ ખાતે 86 દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 18 દર્દી દાખલ છે જેમાંથી 9 પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 26 દર્દી દાખલ છે જેમાંથી 10 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 42 દર્દી દાખલ છે. 86 દર્દી પૈકી 62 દર્દી ઓક્સિજન પર છે. છેલ્લા 24 કલાકમાં સદનસીબે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એકપણ દર્દીનું મોત થયું નથી.

અન્ય સમાચારો પણ છે...